Print this Page Print this | Share this

વિદ્યુત શુલ્ક દર

ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ-1958 હેઠળ પ્રવર્તમાન વીજકરના દર
(૧) સ્વ વીજ ઉત્પાદિત વીજળી સિવાયના વપરાશ ઉપરનો વીજકરનો દર (વીજવપરાશની કિંમતના ટકામાં)
ક્રમ કેટેગરી વીજકરનો દર
૧. રહેણાંક અને શૈક્ષણિક
(ક) ગ્રામ્ય વિસ્તાર ૭.૫૦ ટકા
(ખ) શહેરી વિસ્તાર ૧૫ ટકા
૨. વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ
(ક) ગ્રામ્ય વિસ્તાર ૭.૫૦ ટકા
(ખ) શહેરી વિસ્તાર ૧૧.૨૫ ટકા
૩. ઔદ્યોગિક એકમો
(ક) ઉચ્ચ દબાણ ૧૫ ટકા
(ખ) નિમ્ન દબાણ ૧૦ ટકા
૪. ઉપર સિવાયના અન્ય સઘળાં ૨૫ ટકા
 
(૨) સ્વઉત્પાદિત વીજળી ઉપરવીજ કરનો દર (પ્રતિયુનિટ)
ક્રમ કેટેગરી વીજકરનો દર
૧. રહેણાંક અને શૈક્ષણિક
(ક) ગ્રામ્ય વિસ્તાર ૧૦ પૈસા
(ખ) શહેરી વિસ્તાર ૨૦ પૈસા
૨. (ક) (૧) હોલ, (૨) પ્રેક્ષકગૃહ ૨૫ પૈસા
(ખ) (૧) સિનેમા ઘર, (૨) થિયેટર
૩. હોટલ અનેરેસ્ટોરન્ટ ૩૦ પૈસા
૪. ઔદ્યોગિક એકમો ૫૫ પૈસા તા.૧.૮.૨૦૧૯ થી ૬૦ પૈસા
૫. ઉપર સિવાયના અન્ય સઘળાં ૪૦ પૈસા
 

વિદ્યુત શુલ્ક, નિયત દર કરતા વધુ દરે પૂરવઠેદાર દ્વારા ચાર્જ કરવામાં આવતો હોય તો ગ્રાહકે પોતાના લેટરપેડ/સાદા કાગળ ઉપર વીજ વપરાશના હેતુની વિગત, સંબંધીત આધારો અને વીજ બીલની ઝેરોક્ષ નકલ સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી બ્લોક નં. 18, 7મો માળ, સેકટર-11, ઉદ્યોગભવન, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ને અરજી કરવાની હોય છે.

યોગ્ય દરનો લાભ અયોગ્ય દરનું વીજ બીલ મળ્યાના બાર માસમાં કરે, તો મૂળ તારીખથી આપવામાં આવે છે, અન્યથા અરજી કચેરીને મલ્યા તારીખથી આપવામાં આવે છે.

અરજદારની યોગ્ય/રાહત વિદ્યુત શુલ્ક દરની અરજી અત્રે મળ્યા તારીખથી ૩૦ દિવસમાં જે તે જિલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકને સ્થળ તપાસ કરી અહેવાલ આપવા જણાવવામાં આવે છે. જે તે જીલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકે આવી જાણ મળ્યેથી ૬૦ દિવસમાં સ્થળ તપાસ કરી અહેવાલ આપવાનો રહે છે. આવો અહેવાલ અત્રે મળ્યેથી ૩૦ દિવસમાં નિર્ણય લઇ અરજદારને જાણ કરવામાં આવે છે.

વધુમાં, વીજ વપરાશના હેતુ આધારે મળવાપાત્ર વિદ્યુત શુલ્ક દર રાહતની માહિતી નીચે મુજબ છે.

  1. ઔદ્યોગિક એકમ દ્વારા ઇલેકટ્રો-મેટાલર્જીકલ, ઇલેકટ્રો-લીટીકલ, ઇલેકટ્રો-કેમીકલ્સ હેતુ માટે વપરાતી વીજળીના વપરાશ અંગે વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 10 ટકાનો વિદ્યુત શુલ્ક દર ચાર્જ કરવામાં આવેલ છે. આ અંગેનો વીજવપરાશ નોંધવા માટે અલગ સબ મીટર મૂકાવી વીજ પુરવઠેદાર દ્વારા સ્થળ ઉપર તેનું સીલીંગ કરાવી લેવાનું રહે છે. આ રાહત મેળવવા વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.
  2. જીઆઇડીસી તેમ જ કો. ઓપરેટીવ સોસાયટી દ્વારા ઔદ્યોગિક વસાહતના સંયુક્ત પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ તેમ જ એફલ્યુન્ટ માટેના વીજવપરાશ પર વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 20 ટકા વિદ્યુત શુલ્ક દર લાગુ પાડવામાં આવેલ છે.
  3. ઔધોગિક એકમોના સમૂહ ધ્વારા સંયુકત રીતે સ્થાપિત કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડઁ, ગાંધીનગર ધ્વારા મંજુરી મળેલ હોય તેવા પ્લાન્ટના વીજવપરાશ પર વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 20 ટકા વિદ્યુત શુલ્ક દર લાગુ પાડવામાં આવેલ છે.
  4. શીતઘર (કોલ્ડ સ્ટોરેજ)માં વપરાતી વીજળી ઉપરનો વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 20 ટકાનો દર લાગુ પાડવામાં આવેલ છે.
  5. રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગવંતો બનાવવામાં ફાળો આપતી અનુસ્નાતક કક્ષાની વ્યવસાયિક, તાંત્રિક, શૈક્ષણિક કે સંશોધન સંસ્થાઓના કાયદા હેઠળ નિયત થયેલ શૈક્ષણિક હેતુના (7.5/15 ટકા) વિદ્યુત શુલ્ક દર લાગુ કરેલ છે. આ રાહત મેળવવા વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.
  6. ધોબીના ધંધા માટે ફકત ઇસ્ત્રી તપાવવાના કામકાજ માટે વપરાતી વીજળીના વપરાશ અંગે વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 10 ટકાનો વિદ્યુત શુલ્ક દર ચાર્જ કરવામાં આવેલ છે. આવો લાભ મેળવવા માટે ઇસ્ત્રી તપાવવા માટે જુદું મીટર તથા લાઇટીંગનું જુદું મીટર હોવું આવશ્યક છે. ફકત એક જ મીટર હોય તો આવો લાભ મળી શકે નહીં. લાઇટીંગ વપરાશ ઉપર 25 ટકાનો દર લાગુ પડે છે. આ રાહત મેળવવા ધોબીભાઈએ વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.
  7. મોબાઇલ કેમ્પ દ્વારા હંગામી વીજ જોડાણ મેળવી નાટક, ભવઇ વગેરે માટેના વીજવપરાશ અંગે વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 10 ટકાનો વિદ્યુત શુલ્ક દર ચાર્જ કરવામાં આવેલ છે. આ રાહત મેળવવા વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.
  8. પોલ્ટ્રીફાર્મ માટે એટલે કે બ્રુડીંગ કે હેચીંગ હેતુ માટે વપરાતી વીજળીના વપરાશ પર વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 20 ટકાનો વિદ્યુત શુલ્ક દર ચાર્જ કરવામાં આવેલ છે. આ રાહત મેળવવા વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.
  9. મુંબઇ પબ્લીક ટ્રસ્ટ અધિનિયમ, 1950 હેઠળ ચેરીટી કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય નીચે નોંધાયેલી અને ઢોરોની સાર સંભાળ રાખવામાં રોકાયેલી પાંજરાપોળના વીજ વપરાશ ઉપરનો વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 5 ટકાનો વિદ્યુત શુલ્ક દર લાગુ પાડવામાં આવેલ છે.
  10. તા. ૩૦.૩.૨૦૧૬ ના જાહેરનામાથી, હોટલ તથા રેસ્ટોરન્ટ માટેના વીજવપરાશ પર તા.૧.૪.૨૦૧૬થી વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે (10/15 ટકા) વિદ્યુત શુલ્ક દર લાગુ પાડવામાં આવેલ છે.
  11. તા. ૩૦.૩.૨૦૧૬ ના જાહેરનામાથી, હોસ્પીટલ કે જેમાં ૧૦ કે તેથી વધારે પથારીની સગવડ હોય તેઓના વીજવપરાશ પર તા.૧.૪.૨૦૧૬થી વિદ્યુત શુલ્ક દરમાં રાહત એટલે કે 15 ટકા વિદ્યુત શુલ્ક દર લાગુ પાડવામાં આવેલ છે.

Related Links

 

What's New ?