પ્રિન્ટ કરો Print this | Share this

વિદ્યુત શુલ્કમાં માફી

1. નવા ઔદ્યાગિક એકમ :

રાજ્યમાં કોઇ પણ વ્યક્તિ કોઇપણ સ્ત્રોતથી વીજળી મેળવીને (પૂરવઠેદાર પાસેથી/ સ્વવીજ ઉત્પાદન કે અન્ય પૂરવઠો ) પ્રથમવાર ઉત્પાદન શરૂ કરે તો અધિનિયમ હેઠળના પાત્ર "નવા ઔદ્યોગીક એકમ” ને ઉત્પાદન તારીખથી પાંચ વર્ષ માટે તેઓના ઔદ્યોગીક વીજ વપરાશ પર વિદ્યુત શુલ્કમાં માફી મળવા પાત્ર બને છે. આ અંગે એકમે ઉત્પાદન તારીખથી 90 દિવસની અંદર નિયત કરેલ ફોર્મ-ઈ સંપૂર્ણ ભરીને જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણીત નકલો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે. અરજી 90 દિવસથી મોડી કરવામાં આવે તો માફીના સમયમાં તેટલો ઘટાડો થાય છે. અરજી અન્વયે બાકી રહેલ મુદ્દાઓની સંપુર્ણ પુર્તતા પત્ર મળ્યાના દિન-30 માં કરવાની રહે છે અન્યથા અરજી આપોઆપ રદ થાય છે.

2. વધારાના ઔદ્યોગીક એકમ :

રાજ્યના હયાત ઔદ્યોગીક એકમ દ્વારા "વધારાનું ઔદ્યોગીક એકમ" સ્થાપવામાં આવે અને આવા વધારાના ઔદ્યોગિક એકમ માટેનું વધારાનું મુડી રોકાણ હયાત મુડી રોકાણના 50% કરતા વધારે કરેલ હોય કે રૂ.100 કરોડ ઉપરનું આવું રોકાણ કરેલ હોય તો અધિનિયમ હેઠળના પાત્ર "વધારાના ઔદ્યોગિક એકમ” પાંચ વર્ષ માટે આવા "વધારાના ઔદ્યોગીક એકમ”માં વપરાતી ઔદ્યોગિક વીજળીના વપરાશ પરના વિદ્યુત શુલ્કમાં માફી મળવાપાત્ર બને છે. આ અંગે "વધારાના ઔદ્યોગીક એકમમાં” ઉત્પાદન શરુ કર્યા તારીખથી 90 દિવસની અંદર નિયત કરેલ ફોર્મ-ઈસંપૂર્ણ ભરીને જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણીત નકલો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે. અરજી 90 દિવસથી મોડી કરવામાં આવે તો માફીના સમયમાં તેટલો ઘટાડો થાય છે. અરજી અન્વયે બાકી રહેલ મુદ્દાઓની સંપુર્ણ પુર્તતા પત્ર મળ્યાના દિન-30 માં કરવાની રહે છે અન્યથા અરજી આપોઆપ રદ થાય છે.

3. સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન (SEZ) :

સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન (SEZ)માં સ્થપાતા નવા એકમો તથા ડેવલપરને તેઓ દ્વારા જે તે હેતુ માટે કામગીરી શરૂ કરે તે તારીખથી 10 વર્ષ માટે વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે નિયત ફોર્મમાં કામગીરી શરૂ કર્યાના 180 દિવસમાં જરુરી સ્વપ્રમાણીત દસ્તાવેજો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

4. 100% નિકાસલક્ષી એકમો :

રાજ્યમાં પ્રથમવાર સ્થપાતા "નવા ઔધોગિક એકમ” ને ઉપર અનુક્રમ-1 માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. પરંતુ જો આવા એકમો 100% નિકાસલક્ષી હોય તો તેઓ માટે માફી પાત્રતા માટેની શરતો હળવી કરેલ છે. આ અંગે નિયત કરેલ ફોર્મ-'ઈ' માં 180 દિવસમાં વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરી ને અરજી કરવાની રહે છે.

5. હોટલ યુનિટસ :

તા. ૧.૬.૨૦૧૬ ના જાહેરનામાથી ટુરીઝમ પોલીસી 2015-20 અંતર્ગત પાત્રતા ધરાવતા "નવા ટુરીઝમ એકમ” ને 5 વર્ષ માટે વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે નિયત ફોર્મ માં ટુરીઝમ પોલીસી હેઠળનું પાત્રતા પ્રમાણપત્ર મળ્યેથી 90 દિવસમાં વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરી ને અરજી કરવાની રહે છે.”

6. આઈ. ટી. એકમો :

આઇ. ટી. પોલીસી 2006 અંતર્ગત પાત્રતા ધરાવતા "નવા આઈ. ટી. એકમો” ને પ્રથમ વખત વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખથી 5 વર્ષ માટે તેઓ દ્વારા કરવામાં આવતા વીજ વપરાશ પર વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે નિયત ફોર્મ માં વ્યવસાયિક પ્રવ્રુતિ શરૂ કર્યા તારીખથી 180 દિવસમાં વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરી ને અરજી કરવાની રહે છે.

7. કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ:

ઔદ્યોગિક પ્રદૂષણ દુર કરતા સંયુકત ઔદ્યોગીક એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ વપરાશ પર પ્રથમ પાંચ વર્ષ માટે વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. જે અંગે નિયત કરેલફોર્મ-ઈ માં પ્રવૃત્તિ શરૂ કર્યાના ૧૮૦ દિવસમાં વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

8. ડીસેલીનેશન પ્લાન્ટ :

તા. ૩.૬.૨૦૧૯ ના જાહેરનામાથી ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને પીવાનું પાણી પૂરૂં પાડવા માટે રાજ્યમાં સ્થાપવામાં આવનારા ડીસેલીનેશન પ્લાન્ટને તેમાં દર્શાવેલ શરતોને આધિન ૨૫ વર્ષ માટે વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે ડીસેલીનેશન પ્લાન્ટના માલિકે બોર્ડને પીવાનું પાણી પૂરૂં પાડવાની કામગીરી શરૂ કર્યાના ૯૦ દિવસમાં જરુરી સ્વપ્રમાણીત દસ્તાવેજો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

9. રહેણાંક - ગ્રામ્ય :

ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના હેતુ માટે વાર્ષિક વીજ યુનિટ ૨૫૦ કરતાં ઓછો વીજ વપરાશ હોય તો તેવા વીજ વપરાશ પર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી.

10. દવાખાના / હોસ્પિટલ:

ખાનગી નફાના હેતુ વગર ચાલતા દવાખાના / હોસ્પીટલ માટે કરવામાં આવતા વીજ વપરાશ પર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી. આ અંગે જરુરી આધાર સાથે અરજદારે પોતાના લેટરપેડ પર વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

11. શારીરિક ખોડખાંપણવાળી વ્યક્તિઓ માટે ચલાવાતી સંસ્થા, વૃદ્ધાશ્રમ તથા અનાથાશ્રમ:

ગુજરાત રાજ્યના સામાજિક સુરક્ષા વિભાગ અથવા ભારત સરકારના સામાજીક કલ્યાણ વિભાગ દ્વારા અનુદાન મેળવતી ખોડખાંપણવાળી વ્યક્તિઓ માટે કામ કરતી સંસ્થા, અનાથાશ્રમ ચલાવતી સંસ્થાઓને આવી પ્રવૃત્તિના વીજ વપરાશ માટે તથા આજ પ્રકારની ગ્રાન્ટ મેળવતી હોય અથવા ચેરીટી કમિશ્નર સમક્ષ નોંધાયેલ હોય તેવા વૃદ્ધાશ્રમો માટે વપરાતી વીજળીના વીજ વપરાશ ઉપર વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે તેઓએ ગ્રાન્ટ મેળવ્યાનો દાખલો તથા વીજળી બીલની સ્વપ્રમાણીત નકલ સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની હોય છે.

12. રાજય / કેન્દ્ર સરકાર:

રાજય અને કેન્દ્ર સરકાર ધ્વારા જે કોઇ વીજ વપરાશ રહેણાંક સિવાયના હેતુ માટે કરવામાં આવતો હોય તો તેવા વીજ વપરાશ ઉપર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી. જો વિદ્યુત શુલ્ક વસુલવામાં આવતો હોય તો જરુરી આધાર સાથે લેટરપેડ પર ખર્ચ ના સદર ની માહિતી સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

13. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ:

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વોટરવર્કસ,પબ્લીક લાઇટ, ગટર વ્યવસ્થા, પ્રાણીસંગ્રહાલય સહિતના જાહેર બગીચા , મ્યુઝીયમ માટે વપરાતી વીજળી પરના વીજ વપરાશની રકમ પર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી જો વિદ્યુત શુલ્ક વસુલવામાં આવતો હોય તો આવા વીજ વપરાશના જરૂરી આધારો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને અરજી કરવાની રહે છે.

14. વોટરવર્કસ અને ગટર વ્યવસ્થા અંગેઃ

તા.૧૨-૦૮-૨૦૧૪ ના જાહેરનામાની જોગવાઇ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે વોટરવર્કસ અને ગટર વ્યવસ્થા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે કોઇ વીજળીનો વપરાશ કરવામાં આવે તેના ઉપર વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે જરૂરી આધારો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.

15. સ્મશાન ગૃહો:

સ્મશાન ગૃહમાં મૃતદેહના અતિમ સંસ્કાર માટે વપરાતી ઇલેક્ટ્રીક ભઠ્ઠી માટે કરવામાં આવતા વીજળી વપરાશ પર વિદ્યુત શુલ્કમાં માફી મળે તેવી જોગવાઇ કરેલ છે. આ અંગે વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરીને જરૂરી સ્વપ્રમાણીત આધારો સહિત અરજી કરવાની રહે છે.

16. ખેતીવાડી :

ખેતીવાડીના સિંચાઇના હેતુ માટે પાણી ખેંચવાના પંપ તથા તેના પંપ હાઉસ માટે વપરાતી વીજળીના વપરાશ પર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી.

17. બીન પરંપરાગત ઉર્જાઃ

તા.૨૨-૦૩-૨૦૧૬ ના જાહેરનામામાં નિયત કરેલ બીન પરંપરાગત ઉર્જાથી ઉત્પાદિત વીજળીનો રાજ્યમાં કોઇપણ વ્યક્તિ દ્વારા વપરાશ કરવામાં આવે તો આવા વીજ વપરાશ પર વિદ્યુત શુલ્ક લેવા પાત્ર બનતો નથી. જો વિદ્યુત શુલ્ક વસુલવામાં આવતો હોય તો જરૂરી સ્વ પ્રમાણિત આધારો સાથે વીજ વપરાશ કર્તાએ વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીને અરજી કરવાની રહે છે.

ઉપરોકત ક્રમ નં. 9. થી 17. સિવાયની વિદ્યુત શુલ્ક માફી માટેની નિયત નમૂનામાં અરજી અત્રે મળ્યેથી 90 દિવસમાં ચકાસણી કરી ખૂટતી/જરૂરી વિગતો/દસ્તાવેજો અંગે લખાણ કરવામાં આવે છે. સાથોસાથ સંબંધિત વીજ પુરવઠેદારને અરજદારના વીજ કનેકશનની માહિતી નિયત નમૂનામાં પૂરી પાડવાની જાણ કરવામાં આવે છે.

એકમ તરફથી પૂર્તતા મળ્યેથી 90 દિવસમાં ચકાસણી કરી આવેલ જવાબમાં જો કોઇ સ્પષ્ટતા જરૂરી હોય અગર અધુરી પૂર્તતા અંગે અરજદારને જાણ પણ કરવામાં આવે છે અને જો બીજી કોઇ સ્પષ્ટતા બાકી ન હોય તો આખરી જવાબ મળ્યા બાદ અને વીજ પુરવઠેદારની વીજ જોડાણની માહિતી મળ્યાના દિન 30 માં આખરી નિર્ણય લઇ વિદ્યુત શુલ્ક માફી અંગે જાણ કરવામાં આવે છે.

ઉપરોક્ત ક્રમ નં. 9. થી 17. ની વિદ્યુત શુલ્ક માફી માટેની અરજી મળ્યા તારીખથી 30 દિવસમાં જે તે જીલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકને સ્થળ તપાસ કરી અહેવાલ આપવા જણાવવામાં આવે છે. જે તે જિલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકે આવી જાણ મળ્યેથી 60 દિવસમાં સ્થળ તપાસ કરી અહેવાલ આપવાનો રહે છે આવો અહેવાલ અત્રે મળ્યેથી 30 દિવસમાં નિર્ણય લઇ અરજદારને જાણ કરવામાં આવે છે.

ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ-1958 અને તે અંતર્ગત ઘડાયેલા મુંબઇ વિદ્યુત શુલ્ક (ગુજરાત) નિયમો-૧૯૮૬ ને લગતી સમગ્ર ગુજરાત રાજ્યની કામગીરી વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. વિદ્યુત શુલ્કની કોઇ પણ કામગીરી અંગે કોઇ ફી ચુકવવાની હોતી નથી માત્ર જરૂરી અરજી સુવાચ્ય સ્વપ્રમાણીત દસ્તાવેજી આધારો સાથે કરવાની રહે છે. માફી મેળવવા માટેના નિયત ફોર્મ્સ સ્વયંસ્પષ્ટ છે અને ફોર્મ સાથે મોકલવાના થતા દસ્તાવેજોનું ચેકલીસ્ટ પણ ફોર્મ સાથે વેબસાઇટ પર મૂકેલ છે જેથી સંબંધિત અરજદારને માફીનો લાભ મેળવવા સરળતા રહે વિદ્યુત શુલ્ક માફીનો લાભ જો અરજી મોડી કરેલ હોય તો અધિનિયમની જોગવાઇની મર્યાદામાં કચેરીને અરજી મળ્યા તારીખથી આપવામાં આવે છે.

સંબંધિત કડીઓ

 

અવનવું