Print this Page Print this | Share this

વીજળીક તપાસણી

વીજળીક તપાસણીની કામગીરી :
  • વીજ અધિનિયમ, ૨૦૦૩ અને તેની હેઠળ ઘડાયેલ ભારતીય વીજ નિયમો, ૧૯૫૬ તેમજ મુંબઇ વીજ (વિશેષ સત્તાધિકાર) અધિનિયમ, ૧૯૪૬ તથા મુંબઇ સિનેમા નિયમો, ૧૯૫૪ની વિવિધ જોગવાઇઓનું પાલન કરવામાં આવે છે કે નહીં તે જોવામાં આવે છે. આ કામગીરી વિદ્યુત નિરીક્ષકકાલયની અગત્‍યની કામગીરી છે. રાજયમાં જયારે કોઇ પણ ગ્રહક દ્વારા ઉચ્‍ચ અથવા અતિ ઉચ્‍ચ દબાણ વોલ્‍ટેજથી વીજ જોડાણ માંગવામાં આવે ત્‍યારે પાવર ચાલુ કરતા પહેલા આ ખાતા મારફત તપાસ કરાવવી જરૂરી છે. જો વિજસ્‍થાપનમાં વીજ સલામતીની વિવિધ જોગવાઇનું પાલન થતું હોય તો પાવર ચાલુ કરવાની લેખિત મંજૂરી આપાવામાં આવે છે. હલકા દબાણ વોલ્‍ટેજથી વીજજોડાણ માંગવામાં આવે ત્‍યારે વીજસ્‍થાપનમાં વીજળી સલામતી સંબંધિત જોગવાઇનીઓની વીજપુરઠાર દ્વારા ખરાઇ કરી વીજજોડાણ અપવામાં આવે છે.
  • રાજયમાં જયારે કોઇપણ વ્‍યકતિ સંસ્‍થા અથવા કંપની જનરેટીંગ સેટથી વીજળી ઉત્‍પન્‍ન કરવા માંગે તયારે આવા જનરેટીંગ ચાલુ કરતા પહેલા વીજ સલામતીની જોગવાઇ સંબંધિત આ ખાતાની ક્ષેત્રિય કચેરીની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. કેપ્ટીવ જનરેટીંગ સેટ તથા અતિ ઉચ્‍ચ દાબાણના ગ્રાહકો દ્વારા મુકવામાં આવતા જનરેટીંગ સેટની મંજૂરી મુખ્‍ય વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરી દ્વારા આપવામાં આવે છે.
  • મુંબઇ સિનેમા નિયમો, ૧૯૫૪ હેઠળ રાજયમાં સ્‍થપાનાર કાયમી સિનેમા ગૃહના વીજ સ્‍થાપના માટે આ નિરીક્ષકાલયની લેખિત મંજૂરી મેળવી જરૂરી છે. આવી મંજૂરી સંબંધિત વિદ્યુત નિરીક્ષક અથવા સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરી દ્વારા આપવામાં આવે છે.
  • રાજયમાં ટુરીંગ/સિનેમા/પ્રદર્શન, સર્કસ, મનોરંજન વિગેરે લેવામાં આવતા હંગામી વીજ સ્‍થાપન માટે પણ આ નિરીક્ષકાલયની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. જો એક જ પ્રકારના કાર્યક્રમ સમગ્ર રાજયમાં કરવાના હોય તો તેના નકશા સમગ્ર રાજય માટે મુખ્‍ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાંથી મંજૂર કરાવી શકાય છે. અથવા કોઇ ચોકકસ સ્‍થળે કાર્યક્રમ કરવાનો હોય તો તે માટે સંબંધિત ક્ષેત્રિય કચેરી પાસેથી મંજૂર કરાવી શકાય છે. વીજ સ્‍થા૫નનો ટેસ્‍ટ રીપોર્ટ સંબિઘત ક્ષેત્રિય કચેરીને રજૂ કરાયા બાદ ક્ષેત્રિય કચેરી દ્વારા તપાસણી કરી વીજ સ્‍થાપન યોગ્‍ય જણાય તો તેની મંજૂરી આપવામાં આવે છે.
  • જે બાંધકામોની ઉંચાઇ ૧૫ મીટર અથવા તેથી વધુ હોય તેવા બાંધકામોમાં વીજપુરવઠો ચાલુ કરતા પહેલા આ નિરીક્ષકાલયની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આવી મંજૂરી સંબંધિત સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરી દ્વારા આપવામાં આવે છે.
  • રાજયમાં વીજ પ્રવાહથી થતા મનુષ્‍યના તથા પ્રાણીઓના પ્રાણઘાતક અકસ્‍માતો તથા બીન પ્રાણઘાતક અકસ્‍માતોની તપાસ આ નિરીક્ષકાલયના ક્ષેત્રિય કચેરીઓ દ્વારા હાથ ધરવામાં છે. આવી તપાસમાં અકસ્‍માત થવાના કારણો, અકસ્‍માત માટે જવાબદાર પરીબળો અને અકસ્‍માત માટે જવાબદાર ખામીઓ દૂર કરવામાં આવી છે કે નહીં તે જોવામાં આવે છે. જો વીજ અકસ્‍માત પુરવઠાદારના વીજસ્‍થાપન પર બનેલ હોય તો અકસ્‍માતની તપાસનો અહેવાલ સંબંધિત પરવઠાદરને મોકલવામાં આવે છે અને અકસ્‍માત માટે જવાબદાર ખામીઓ દૂર કરવા જણાવવામાં આવે છે. તે ઉપરાંત રાજયમાં કોઇપણ સ્‍થળે વીજ શક્તિથી કોઇપણ પ્રકારનું જોખમ કે હોનારત થતી હોવાનું જણાય અથવા તેની માહિતી પ્રાપ્ત થાય ત્‍યારે તેની તપાસ હાથરી જોખમ દુર થાય અને સલામતી પ્રવર્તે તેવા પગલાં હાથ ધરવામાં આવે છે.
  • તપાસણીની કામગીરી માટે મુખ્‍ય વિદ્યુત નિરીક્ષક કચેરીની નીચે કુલ ચાર ઝોનલ કચેરીઓ આવેલ છે. અને તેની નીચે અલગ અલગ વિભાગીય/પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. કચેરીના વડા તરીકે રાજયમા વર્ગ-૧ના ૧૭ અધિકારીઓ તથા વર્ગ-રના ૩૪ અધિકારીઓ તેમજ તેમની હાથ નીચે લગભગ તમામ તાલુકા કક્ષાએ ક્ષેત્રિય અધિકારીઓ/કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓ વીજસલામતી અંગેની બાબતો અંગે હંમેશા ઉપલબ્‍ધ રહે છે, વીજળીક ક્ષેત્રે સુરક્ષા પ્રાપ્‍ત કરવા, ક્ષેત્રિય કચેરી અથવા મુખ્‍ય વિદ્યુત નિરીક્ષક કચેરીનો સંપર્ક સાધી શકાય છે.
  • વીજ વપરાશ કરતી કોઇપણ વ્‍યક્તિને વીજ પુરવઠેદાર દ્વારા વીજ અધિનિયમ, ૨૦૦૩ની કલમ ૧૨૬ હેઠળ આપવામાં આવેલ આખરી આકારણી બિલ અંગે કલમ ૧૨૭ હેઠળ અપીલ નોંધાવી શકાય છે. જેની વિસ્‍તૃત માહિતી ક્ષેત્રિય કચેરીનો સંપર્ક કરવાથી ઉપલબ્‍ધ થઇ શકે છે. આ નિરીક્ષાલય દ્વારા ગ્રાહકોને ન્‍યાય મળે તે અંગે પ્રયત્‍ન કરવામાં આવે છે.
  • વીજ સલામતી જોગવાઇઓનું હંમેશા પાલન થાય તે માટે વિદ્યુત સ્‍થાપનની સામયિક તપાસણી પણ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આ નિરીક્ષકાલયના અધિકારીઓ દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવા માટે સરકારી દ્વારા નકકી થયેલ ફી લેવામાં આવે છે.

Related Links