Print this Page Print this | Share this

વિદ્યુત શુલ્ક

ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958 અને તે હેઠળ ઘડાયેલ મુંબઈ વિદ્યુત શુલ્ક (ગુજરાત) નિયમો, 1986 અન્વયે રાજ્યની અગત્યની એવી મહેસૂલી આવક તરીકે વિદ્યુત શુલ્કની આવકની કામગીરીની સાથોસાથ ઉદ્યોગોને અને વીજવપરાશકારોને કાયદા હેઠળ મળવાપાત્ર વિદ્યુત શુલ્ક માફી અને રાહત આપવાની નીચે મુજબની કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે:

(ક) વીજ વપરાશ કરનાર તમામ કક્ષાના ગ્રાહકોને વિદ્યુત શુલ્કનો યોગ્ય દર લાગે અને તે મુજબ થયેલ વસુલાત રાજ્યની તિજોરીમાં સમયસર જમા થાય તે જોવાનું.

(ખ) વિદ્યુત શુલ્કમાં રાહત અંગેના હુકમો કરવા અને તે અંગે પૂરવઠેદારને જરૂરી સૂચના આપવી.

  • વિદ્યુત શુલ્કના અયોગ્ય દરને યોગ્ય કરવા.
  • વિદ્યુત શુલ્કના દર રાહત અંગેના પ્રમાણપત્ર આપવા.
  • વિદ્યુત શુલ્ક ન વસુલવા / ભરપાઇ કરવાની સુચના આપવી.
  • વિદ્યુત શુલ્કમાં માફી અંગેના પ્રમાણપત્ર આપવા.
  • વિદ્યુત શુલ્કની બાકી વસુલાત માટે હપ્તા નક્કી કરી આપવા.
  • વિદ્યુત શુલ્કની વિલંબીત ચુકવણીની સૂચના આપવી.

(ગ) સ્વ વીજ ઉત્પાદન કરતા જનરેટીંગ સેટની નોંધણી કરવી તથા તેની આવકનું મોનીટરીંગ કરવું.

કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે નાગરિક અધિકાર પત્ર મુજબ ગ્રાહકની અરજીના નિકાલની સમય મર્યાદા :
વિગત સમય મર્યાદા
યોગ્ય/ રાહત વિદ્યુત શુલ્ક દરની અરજી ૧૨૦ દિવસ
(૧)નવા ઔદ્યાગિક એકમ/ વધારાના ઔદ્યોગીક એકમને વિદ્યુત શુલ્ક માફી
(a)અંગેની અરજી/જવાબ ચકાસણી કરી ખુટતી વિગતો માટેની જાણ
(b)ખુટતી વિગતોની પુર્તતા મળ્યેથી જો કોઇપણ વિગતો ખુટતી ન હોય તો
૯૦ દિવસ
જનરેટીંગ સેટના નોંધણી માટેની અરજી - (સંપૂર્ણ વિગતો મળેલ હોય તો) ૯૦ દિવસ
Receipt of Electricity Duty
[English] [58 KB]
 

Related Links