પ્રિન્ટ કરો Print this | Share this

લાયસન્સીંગ બોર્ડ

રાજ્યમાં કોઇપણ પ્રકારના વીજ સ્થાપનોને લગતું વાયરીંગ કામ કરવા માટે આ શાખા મારફત વાયરમેન પરમીટ, સુપરવાઇઝર પરમીટ તથા ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટરના લાયસન્સ આપવામાં આવે છે. આ માટે જુદા જુદા ધોરણો અને લાયકાત નક્કી થયેલા છે. માન્ય લાયકાત કે પરમીટ ધરાવતી વ્યક્તિ મારફત આવા કામ થાય તો વીજળીક ક્ષેત્રે સુરક્ષા જળવાઇ રહે.બીન અધિકૃત વ્યક્તિઓ મારફત જો કામ થતું હોય તેવી માહિતી આ શાખાને અગર તો ઉપર જણાવેલ તપાસણી શાખાને પહોંચાડવામાં આવે તો તે સંબંધમાં તપાસ હાથ ધરી ઘટતાં પગલાં લેવામાં આવે છે, કે જેથી બીન અધિકૃત વ્યક્તિને આવા કામ કરતા રોકી શકાય અને સુરક્ષા પ્રાપ્ત થઇ શકે. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર,ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર(માઇન્સ). તેમજ વાયરમેન પરમીટ મેળવવાની પાત્રતા માટે આ બોર્ડ દ્વારા વર્ષમાં બે વખત પરીક્ષા લેવામાં આવે છે. આ શાખાની કામગીરી અંગેની સેવાના દરો પરિશિષ્ટ-4માં આપેલ છે.

રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં અધિકૃત ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર હેઠળ વીજળીનું કામ કરતી વ્યક્તિ તેવા નિયત અનુભવના પ્રમાણપત્ર સાથે વાયરમેન કે સુપરવાઇઝરની પરીક્ષામાં બેસવા અરજી કરે તો પ્રવેશ આપવામાં આવે છે. ભારતીય વીજ નિયમો, 1956ના નિયમ-3 હેઠળ જનરેશન, ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન યા યુટીલાઇઝેશન સાથે સંકળાયેલ માન્ય સંસ્થાઓ દ્વારા અધિકૃત કરાયેલ વ્યક્તિઓ પણ આવું પ્રમાણપત્ર રજૂ કરે તો પ્રવેશ આપવામાં આવે છે. વાયરમેનની પરીક્ષા રાજ્યમાં 1. અમદાવાદ, 2. વડોદરા, 3. સુરત, 4. વલસાડ, 5. મહેસાણા/પાટણ, 6. રાજકોટ, 7. ભાવનગર, 8. જૂનાગઢ 9.ભૂજ ખાતે સામાન્ય રીતે પ્રત્યેક વર્ષના મે-જૂન અને ઓકટોબર-નવેમ્બર એમ બે વખત લેવામાં આવે છે. આવી પરમીટ ધારણ કરનાર વ્યક્તિ અધિકૃત વાયરમેન તરીકે લાયસન્સ કોન્ટ્રાકટર હેઠળ કામ કરી શકે છે.

તેવી જ રીતે રાજ્યમાં ઇલે.સુપરવાઇરની પરીક્ષા 1. અમદાવાદ, ર. વડોદરા, 3. સુરત, 4. રાજકોટ, પ. ભાવનગર ખાતે સામાન્ય રીતે પ્રત્યેક વર્ષે મે-જૂન તથા ઓકટોબર-નવેમ્બર એમ બે વખત લેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (માઇંસ)ની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે લેવામાં આવે છે.ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર પરમીટ ધરાવનાર વ્યક્તિ અધિકૃત ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર હેઠળ તેમના કામોનું સુપરવીઝન કરી શકે છે અને તેવી વ્યક્તિ જો લાયસન્સ કોન્ટ્રાકટર થવા માંગતા હોય તો અન્ય સુપરવાઇઝર રાખવાની જરૂર પડતી નથી. રાજ્યમાં વાયરીંગને લગતા તમામ કામો માન્ય ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર દ્વારા કરાવવા જરૂરી છે.

ખાસ નોંધ : અધિકૃત લાયસન્સ કોન્ટ્રાકટર મારફત નહીં થયેલા વાયરીંગના કામોને વીજળી પુરવઠો કાયદાઅનુસાર મળી શકે નહીં.

વાયરમેન/સુપરવાઇઝર પરીક્ષામાં બેસવા માટેના તથા ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર લાયસન્સ માટે તથા માહિતી પત્રકના નિયત કરેલા ફોર્મ લાયસન્સીંગ બોર્ડની કચેરીમાં અરજી કરેથી વિનામૂલ્યે રૂબરૂ/ટપાલ મારફત મોકલવામાં આવે છે. જે ઉમેદવારો નિયત કરેલી લાયકાત ધરાવતા હોય તેઓને વાયરમેન/સુપરવાઇઝરની પરીક્ષામાંથી મુક્તિ આપવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે.

ઉપરની તમામ કામગીરી માટે જરૂરી દસ્તાવેજો/સૂચનો ફોર્મ સાથે આપેલ છે.

લાયસન્સીંગ બોર્ડ દ્વારા થતી ઉકત કામગીરી માટેના નિયત થયેલ અરજી ફોર્મ પરિશિષ્ટ-પ પર આપેલ છે.

રાજ્યમાં ગાંધીનગર સિવાય અન્ય કોઇ સ્થળે લાયસન્સીંગ બોર્ડની કચેરી કે પેટા કચેરી આવેલી નથી.

સચિવ, લાયસન્‍સીંગ બોર્ડની કચેરી, બ્‍લોક નં.૧૭, ૭ મો માળ, ઉદ્યોગભવન, ગાંધીનગર,
ફોન નં. +૯૧ ૭૯ ૨૩૨૫૬૬૫૭, +૯૧ ૭૯ ૨૩૨૫૬૬૫૯

રાજયમાં કોઇપણ પ્રકારના વીજસ્‍થાપનોને લગતું વાયરીંગ કામ કરવા માટે આ કચેરી દ્વારા વાયરમેન પરમીટ, સુપરવાઇઝર પરમીટ, કોન્‍ટ્રાક્ટ લાયસન્‍સ આપવામાં આવે છે. આ માટે જુદાજુદા ધોરણો અને લાયકાત નક્કી થયેલ છે.

કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી
  • આતરરાજય સુપરવાઇઝર પ્રમાણપત્ર-પરમીટ ઇસ્‍યુ, રીન્‍યુ.
  • આતરરાજય વાયરમેન પ્રમાણપત્ર-પરમીટ ઇસ્‍યુ, રીન્‍યુ.
  • સુપરવાઇઝર ડુપ્લીકેટ પ્રમાણપત્ર-પરમીટ ઇસ્‍યુ, રીન્‍યુ.
  • વાયરમેન ડુપ્‍લીકેટ પ્રમાણપત્ર-પરમીટ ઇસ્‍યુ, રીન્‍યુ.
  • સુપરવાઇઝર પરીક્ષામાંથી મુક્તિ, સુપરવાઇઝર પરીક્ષા.
  • વાયરમેન પરીક્ષામાંથી મુક્તિ, વાયરમેન પરીક્ષા.
  • ઇલેકટ્રીકલ કોન્‍ટ્રાક્ટર લાયસન્‍સ ઇસ્‍યુ, તાજાં કરવા, ડુપ્‍લીકેટ લાયસન્‍સ, લાયસન્‍સમાં નામ બદલવા.

સંપર્ક અધિકારી : સચિવ, લાયસન્‍સીંગ બોર્ડ, ફોન નં. +૯૧ ૭૯ ૨૩૨૫૬૬૫૭, +૯૧ ૭૯ ૨૩૨૫૬૬૫૯

સંબંધિત કડીઓ