પ્રિન્ટ કરો Print this | Share this

સ્વવીજ વપરાશના હેતુ માટે સ્વવીજ ઉત્પાદન

ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958 અને તેની નીચે ઘડવામા આવેલ મુંબઈ વિદ્યુત શુલ્ક (ગુજરાત) નિયમો 1986 માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ જે કોઇ વ્યક્તિ કે સંસ્થા જનરેટીંગ સેટ દ્વારા વીજળી ઉત્પન્ન કરી વપરાશ કરવા ઈચ્છતી હોય તેઓએ તેમના જનરેટીંગ સેટ અંગે ફોર્મ-સી માં રજીસ્ટ્રેશન વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી, ગાંધીનગરને ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

ક્રમ નં.વિગત
રજીસ્ટ્રેશન મેળવવા માટે જનરેટીંગ સેટ ચાલુ કરવા માટે મુખ્ય વિ્ધુત નિરીક્ષક, ગાંધીનગર અથવા જે તે વિસ્તારના વિદ્યુત નિરીક્ષક/ સહાયક વિદ્યુત નિરીક્ષકની મંજુરીનું પ્રમાણપત્ર, ખરીદ બીલની નકલ, ઉત્પાદિત વીજળીને નોંધવા માટે સ્ટેટીક મીટર (તથા ડેડીકેટેડ સીટી-પીટી જો હોય તો) કે જે સંબંધિત વિજવિતરણ કંપનીની લેબમાં ટેસ્ટેડ અને તેઓ દ્વારા ઈન્સ્ટોલ થયાનું પ્રમાણપત્ર અને જનરેટીંગ સેટ ચાલુ કરવા માટે મેળવેલ પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહે છે.
જનરેટીંગ સેટની રજીસ્ટ્રેશન માટેની અરજી નિયત નમૂના ફોર્મ-'સી' અત્રે ઓનલાઇન મળ્યેથી ૧૫ દિવસમાં ચકાસણી કરી કોઇ વિગતો જો જરૂરી જણાશે તો માંગવામાં આવશે અન્યથા નોંધણી નંબર આપવામાં આવશે.
વિદ્યુત શુલ્ક પેટે કરવાનું થતુ ચુકવણું (નિભાવેલ લોગબુક ને આધારે) જે તે માસ પુરો થયાના 10 દિવસમાં સરકારી તિજોરીમાં નીચેના સદરે ચલણ થી કરવાનું રહે છે, જો તેમ કરવામાં કસૂર થાય તો વાર્ષિક 18% ના દરે વ્યાજ સાથે ભરપાઈ કરવાનું રહે છે. ભરપાઇ કરેલ ચલણ તથા ગણતરી પત્રક ભરપાઈ કર્યાના દિન-૧૦ માં ગાંધીનગર કચેરીને અને જે તે જીલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકને મળે તે રીતે મોકલવાનું રહે છે. વિદ્યુત શુલ્કની ચૂકવણી જુન ૨૦૧૭ થી ઓનલાઇન પણ કરી શકાય છે જ્યારે વીજ વપરાશ, વિદ્યુત શુલ્ક ગણતરી તથા તેના ચૂકવણાની માહિતીનું રિટર્ન પણ ઓનલાઇન મોકલી શકાય છે.

સદર
"0043(101)(1)(ii) Taxes on Consumption and Sale of Electricity"
ઔધોગિક હેતુ માટે માફી મળવાપાત્ર બનતી હોય ત્યારે બિન-ઔધોગિક વીજવપરાશ માટે જરૂરી સ્ટેટીક મીટરનું પ્રમાણપત્ર ઉપર(1)માં જણાવ્યા મુજબ રજુ કરવાનું રહેશે.
આ કચેરી તરફથી રજીસ્ટ્રેશન નંબર મળ્યા બાદ ફોર્મ-ડી માં જેઓ નિયમિત વીજળી ઉત્પન્ન કરતા હોય તેઓએ જે તે કેલેન્ડર માસ પુરો થયાના દસ દિવસમાં તથા જેઓ નિયમિત વીજ ઉત્પન્ન કરતા ન હોય તેઓએ જે તે ત્રિમાસ પુરો થયાના દસ દિવસમાં આવું રીટર્ન ગાંધીનગર કચેરીને અને જે તે જીલ્લાના વિદ્યુત શુલ્ક નિરીક્ષકને મોકલવાનું રહે છે.
સમગ્રપણે 125 કે.વી.એ. કે તેથી ઓછી ક્ષમતાવાળા (એટલે કે એકથી વધુ સેટ હોય તો તે તમામની એક્ત્રીત સ્થાપિત ક્ષમતા ધ્યાને લેવાની રહે) જનરેટીંગ સેટથી ઉત્પાદીત કરાતી વીજળીના વપરાશને વિદ્યુત શુલ્કમાંથી હાલના જાહેરનામા મુજબ માફી મળવાપાત્ર છે. આવા જનરેટીંગ સેટની પણ આ કચેરીમાં નોંધણી કરાવવી ફરજીયાત છે.
વીજળી ઉત્પાદન, સંચરણ અથવા વહેંચણીની રચના, નિભાવણી કે ચલાવવાના હેતુ માટે થતા વીજ વપરાશ (ઓકઝીલરી) પર વિદ્યુત શુલ્ક ભરવા પાત્ર બનતો નથી. આ અંગે પ્રથમ આવો જ વીજવપરાશ નોંધે તેવું મીટર પૂરવઠેદાર દ્વારા સ્થળ પર સીલ કરાવી તેના આધારો સાથે વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીમાં ચકાસણી માટે જાણ કરવાની રહે છે.

સંબંધિત કડીઓ

 

અવનવું