આઝાદી કા અમૃત મહોત્સવ
પ્રિન્ટ કરો Print this | Share this

ધ્યેય અને હેતુ

રાજયના વિકાસ માટેની આંતરમાળખાકીય સુવિધાઓમાં વીજળી એ એક અનિવાર્ય અને પાયાની જરૂરિયાત છે. ઉદ્યોગો, ખેતી, ગૃહ ઉપયોગી સાધનો સહિત દરેક ક્ષેત્રમાં વીજળી વપરાશ અનિવાર્ય છે અને વીજળી વિના પ્રગતિની કલ્પના પણ થઇ શકે તેમ નથી. સીકકાની બીજી બાજુ એ છે કે, વીજળીનો બેકાળજીભર્યો ઉપયોગ ભયંકર અકસ્માત સર્જી શકે છે અને વીજળીનો કરકસરયુકત ઉપયોગ રાજયના વિકાસમાં પૂરકબળ બની શકે એમ છે. જાહેર જનતાની વીજ સલામતિ જળવાઇ રહે તે જોવાની રાજય સરકારની વૈધાનિક જવાબદારી તેમજ વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી રાજયની મહત્વની એવી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી પણ નિભાવવામાં આવે છે.

આ કામગીરી બે અલગ અલગ ખાતાના વડાની કચેરીઓ (૧) મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી અને (ર) વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ બે કચેરીઓના ખાતાના વડા તરીકે એક જ અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તા છે.

(૧) મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી

વીજળી વિષયક કાયદાઓનો અમલ કરી રાજ્યની વીજળી વિષયક બાબતોની તપાસણી તથા સલામતીઓની તકેદારી એનર્જી ઓડીટ, લીફ્ટ અંગેના કાયદાની અમલવારી જેવી વીજળી વિષયક કાયદાઓની કામગીરી મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી તેમજ રાજ્યમાં આવેલ તેઓના તાબાની કચેરીઓ દ્વારા કરવામાં આવે છે.

આ તંત્રને સોંપવામાં આવતી કામગીરીમાં પારદર્શકતા, વિશ્વસનિયતા, ગતિશીલતા અને યોગ્ય માર્ગદર્શન પુરા પાડી પ્રજાને જવાબદાર અને સંવેદનશીલ તંત્ર પુરૂ પાડવું તે સરકારનો ધ્યેય અને નાગરિકનો અધિકાર છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા નિષ્ઠાપૂર્વકના અને પ્રમાણિક પ્રયત્નો કરવા આ તંત્ર પ્રતિબધ્ધ છે.

સંબંધિત કડીઓ

 

અવનવું