આઝાદી કા અમૃત મહોત્સવ
પ્રિન્ટ કરો Print this | Share this

એનર્જી ઓડીટ

ભારત સરકારની સૂચના અનુસાર રાજયમાં ઉર્જા બચતની અસરકાર સિદ્ઘિ હાંસલ કરી શકાય તે હેતુથી ઉર્જા બચાવવા માટે પ્રથમ તબક્કે ૫૦૦ કે.વી.એ.કે તેથી વધુ કોન્‍ટ્રાક્ટ ડીમાન્‍ડ ધરાવતા ઔદ્યોગિક ગ્રાહકો તથા ૭૫ કિલોવોટ કે તેથી વધુના રહેણાંક તથા ઔદ્યોગિક સિવાયના ગ્રાહકો માટે ફરજીયાત એનર્જી ઓડીટ કરાવવા અંગેનો હુકમ રાજય સરકાર દ્વારા તા.૫-૧૦-૯૯ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ કામગીરી પ્રોત્‍સાહજનક જણાતાં હવે ૨૦૦ કે.વી.એ.થી વધુ કોન્‍ટ્રાક્ટ ડીમાન્ડ ધરાવતા ઔધોગિક ગ્રાહકોને પણ આ હુકમ હેઠળ આવરી લેવાયેલ છે. આમ, અંદાજે ૬૦૦૦ કરતાં વધુ ગ્રાહકોએ દર ત્રણ વર્ષે એકવાર એનર્જી ઓડીટ કરાવવાનું રહે છે. આ હુકમના અમલની કામગીરી નાયબ મુખ્ય વિદ્યુત નિરિક્ષકની દેખરેખ હેઠળ થાય છે અને તેઓ સંબંધિત ઝોનની કચેરીમાં બેસીને આ કામગીરી સંભાળે છે.

સદરહું ઓર્ડરની જોગવાઇ મુજબ ઉર્જા ઓડીટની કામગીરી કરવા માટે ઓડીટરોને અધિકૃત કરવામાં આવે છે. હાલમાં આવા ૪૩ ઓડીટરોને અધિકૃત કરવામાં આવેલ છે.

ઉર્જા ઓડીટ અહેવાલ સંબંધિત નાયબ મુખ્‍ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં રજૂ કરવાના રહે છે.

  • ઉર્જા ઓડીટર તરીકેનું ઓથોરાઇઝેશન મેળવવા માટે
  • અરજી કરવા માટેની પાત્રતા : ઉર્જા ઓડીટર તરીકેનું ઓથોરાઇઝેશન મેળવવા માટે માન્ય યુર્નિવસીટીમાંથી મેળવેલ ઇલેકટ્રીકલ એન્જીનીયર થયેલ હોવો જોઈએ તેમજ ઓછામાં ઓછો દસ વર્ષનો એનર્જી ર્કન્ઝવેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, અથવા બીઇઇ તરફથી લેવાયેલ એનર્જી ઓડિટર તરીકેની પરીક્ષામાં પાસ થયેલ હોય, બે ફુલ ટાઇમ ટેકનિકલ નિષ્ણાંત, નિયત સાધનોના બીલ, સાધનોની નિયત સ્થળે ટ્રાન્સપોર્ટ માટેની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત કોન્ટ્રાકટર લાયસન્સ ધરાવતા હોવા જરૂરી છે. (અરજી ફોર્મમાં જણાવેલ સુચના અનુસાર)
  • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી, ઉદ્યોગભવન, ગાંધીનગરની કચેરીમાં રૂબરૂમાં અથવા ફોન નં. ૨૩૨૫૬૬૪૩/૪૪નો સંપર્ક કરવાથી માહિતી મળી રહેશે.
  • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) : ફી નથી.
  • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) : ફી નથી.
  • રૂબરૂ અથવા ટપાલ મારફત મેળવલ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે.
  • બીડાણો (દસ્તાવેજોની યાદી) : ઇલેકટ્રીકલ એન્જીનીયરીગનુ પ્રમાણપત્ર, કોન્ટ્રાકટર લાયસન્સ,ઓફીસના પુરાવા, (ટેલીફોન અને ફેકસ સાથે) સાધનો ખરીદયાના બીલ, દસ વર્ષનો એનર્જી ર્કન્ઝવેશનના અનુભવનો આધાર, એનર્જી ઓડિટર તરીકેની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર, માન્ય લેબોરેટરીમાંથી મેળવેલ કેલીબ્રેશન સર્ટીફીકેટ, ટેકનીકલ સ્ટાફની યાદી
  • બીડાણો દસ્તાવેજોના નમુના : -----
  • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ઉદ્યોગભવન, ગાંધીનગર ને અરજી કરવાની હોય છે.
  • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : અરજી મળ્યા બાદ અરજીની ચકાસણી ખુટતી વિગતો અંગેની પુર્તતા અંગેનો પત્રવ્યવહાર, સાધનોના વેરીફીકેશન અંગેની ભૌતિક ચકાસણી કરવી. સંપુર્ણ વિગતો નિયમોઅનુસાર જણાય તો ઓથોરાઇઝેશનનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
  • પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો : ત્રણ વર્ષ
  • નવીનીકરણ માટેની પ્રક્રિયા (જો હોય તો) : ઉર્જા ઓડીટર તરીકેની માન્યતા આપેલ ઓથોરાઇઝેશનને નિયત અવધિ પુરી થયા બાદ રીન્યુ કરવામાં આવે છે.

સંબંધિત કડીઓ