પ્રિન્ટ કરો Print this | Share this

લીફટસ એન્ડ એસ્કેલેટર્સ

લીફટ અંગેની કામગીરી
 • અરજી કરવા માટેની પાત્રતા : કાયદેસરની માલીકીની જમીન પર બંધાતી ઇમારતમાં લીફટ/ એસ્કેલેટર નાખી શકાય છે.
 • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટસની સંબંધિત કચેરીમાં અરજી સ્વીકારવામાં આવે છે.
 • અરજી કરવા માટેની ફી : નવી લીફટ માટેની અરજી કરતી વખતે પ્લાન એપ્રવલ ફી રુ. ૫૦૦ અને એસ્કેલેટરના કિસ્સામાં રુ. ૧૦૦૦
 • અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) : લીફટ માટે એનેક્ષર-૧ અને એસ્કેલેટર માટે એનેક્ષર-૨ માં અરજી કરવાની હોય છે.
 • બીડાણો (દસ્તાવેજોની યાદી) : એનેક્ષર-૧/ અને , ચાર નકલમાં પ્લાન, બાંધકામની મંજુરી ની નકલ, ફી ભર્યા અંગેનું અસલ ચલન, અરજદાર જો પાર્ટનર હોય તો પાર્ટનરશીપ ડીડ ની નકલ અને ડાયરેકટર હોય તો લેટર પેડ પર ડાયરેકટરોના પુરા નામ, સરનામા, લીમીટેડ કંપની હોયતો મેમોરંડમ ઓફ આર્ટીકલ્સ,સોસાયટી હોય સોસાયટીનું નોંધણી પ્રમાણપત્ર.
 • બીડાણો દસ્તાવેજોના નમુના : આ અંગે નમૂના નિયમની પુસ્તિકામાં સામેલ છે. પ્લાન તેમજ બાંધકામ મંજુરીની નકલ ગ્રાહકે પુરી પાડવાની હોય છે. સમગ્ર દસ્તાવેજો લેટર પેડ ઉપર પૂરા પાડવાના હોય છે.
 • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે સંબંધિત ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટરની સંબંધિત કચેરીને અરજી કરવાની હોય છે.
 • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ (વર્ગ-૨) ઉપર મુજબના દસ્તાવેજો ચકાસે છે. અને યોગ્ય હોય તો ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સ દ્વારા લીફટ કે એસ્લેલેટર્સ નાંખવા માટેની પરમીશન લેખિતમાં અપાય છે.
 • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
 • પ્રમાણપત્ર નો કાયદેસરનો સમયગાળો : છ માસ
 • અરજી કરવા માટેની પાત્રતા : આ કચેરી ઘ્વારા લીફટ /એસ્કેલેટર્સ નાખવા માટેની મંજુરી લેખિતમાં મળેલી હોવી જોઇએ.
 • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સની કચેરીમાં અરજી સ્વીકારવામાં આવે છે.
 • અરજી ફી : (1) લીફટ નું લાયસંસ મેળવવા માટેની ફી (a) પાંચ માળ સુધી રુ. ૧૫૦૦/- અને (h)તેથી વધુ માટે રુ. ૨૦૦૦/-, (2) એસ્કેલેટરનું લાયસંસ મેળવવા માટેની ફી રુ. ૧૦,૦૦૦
 • અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) : લીફટ / એસ્કેલેટરના લાયસન્સ મેળવવા માટે એનેક્ષર-૪ માં અરજી કરવાની હોય છે.
 • બીડાણો (દસ્તાવેજોની યાદી) : એનેક્ષર-૪ ઉપરાંત એનેક્ષર-પ, ટેસ્ટ રીપોર્ટ, સ્ટ્રકચરલ એન્જીનીયરનું પ્રમાણપત્ર/સીવીલ એન્જીનીયર નું પ્રમાણપત્ર, આઇએસઆઇ સ્ટાન્ડર્ડ ધરાવતી ટેકનીકલ ડેટાની માહિતી, ફી ભર્યા અંગેનું અસલ ચલણ.
 • બીડાણો દસ્તાવેજોના નમુના : આ અંગેના નમૂના નિયમની પુસ્તિકામાં સામેલ છે. અન્ય દસ્તાવેજો ગ્રાહકે લેટર પેડ પર પુરા પાડવાના હોય છે.
 • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર ને અરજી કરવાની હોય છે.
 • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ /ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સ (વર્ગ-૧) દ્વારા ઉપરના દસ્તાવેજો ચકાસવામાં આવે છે. ત્યારબાદ લીફટ /એસ્કેલેટરની સ્થળ તપાસણી ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ /લીફટ ઇન્સ્પેકટર દ્વારા કોઇપણ પ્રકારની ખામી ન હોય તો આ અંગેનું લાયસન્સ આપવામાં આવે છે.
 • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
 • પ્રમાણપત્ર નો કાયદેસરનો સમયગાળો : ત્રણ વર્ષ. (૩)
 • અરજી કરવા માટેની પાત્રતા : ઇલેકટ્રીકલ કોન્ટ્રાકર લાયસન્સ હોવું જોઇએ.ઇલેકટ્રીકલ એન્જીનીયર, મીકેનીકલ એન્જીનીયર જો ડોગ્રી હોય તો ચાર વર્ષનો તેમજ ડીપ્લોમા હોય તો આઠ વર્ષનો અનુભવ, આઇટીઆઇ ટ્રેડ ઇલેકટ્રીશ્યન/ ઇલેકટ્રોનિકસનો પાંચ વર્ષનો એલીવેટર નો અનુભવ ધરાવનાર તેમજ અન્ય ટેકનીકલ સ્ટાફ ધરાવતી વ્યકિત, ગુજરાત રાજયમાં પાંચ એચ.પીનું વીજ જોડાણ ધરાવતી, જરૂરી મશીનરી વાળુ, ભાડાનું અથવા માલીકીનું વર્કશોપ ધરાવનાર,પોતાની માલીકીનીઅથવા ભાડાની સ્વતંત્ર ઓફીસ (ફોનની સુવિધા સાથેની), તે નામની બેન્કની રૂ. ૫ લાખની સોલવન્સી ધરાવનાર વ્યકિત ઉપરોકત ઓથોરાઇઝેશન મેળવી શકે છે. (તાઃ ૩૧-૧૨-૦૬ સુધી ઇલેકટ્રીકલ એન્જીનીયર તેમજ મીકેનીકલ એન્જીનીયરને અનુભવમાં પ૦ ટકાની છુટછાટ આપવામાં આવી છે. તેમજ એલીવેટર લાઇનનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી વ્યકિત સ્વયં અરજદાર હોય તો તેને ઉપર મુજબ એન્જીનીયર રાખવામાંથી તાઃ ૩૧-૧૨-૦૬ સુધી છુટછાટ આપેલ છે.)
 • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સની સંબંધિત કચેરીમાં અરજી સ્વીકારવામાં આવે છે.
 • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) : લીફટ માટે રૂ. ૩૦૦૦/-, એસ્કેલેટર માટે રૂ. ૫૦૦૦/- તથા રીન્યુઅલ માટે લીફટ માટે રૂ. ૧૫૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૨૫૦૦/- ડુપ્લીકેટ માટે લીફટ માટે રૂ. ૫૦૦/-, એસ્કેલેટર માટે રૂ. ૧૦૦૦/-, નામ ફેરફાર માટે રૂ. ૫૦૦/-
 • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) - નથી : અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) એનેક્ષર-૧૩ માં ફોર્મ નં. ૧ માં અરજી કરવાની હોય છે.
 • બીડાણો (દસ્તાવેજોની યાદી) : ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર લાયસન્સની નકલ, ઇલેકટ્રીકલ એન્જીનીયર તથા મીકેનીકલ એન્જીનીયરનું પ્રમાણપત્ર, આઇટીઆઇ ટ્રેડ ઇલેકટ્રીશ્યન /ટ્રેડ ઇલેકટ્રોનીકસ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્ર,જરુરી ઇંસ્ટુમેંટની વિગતો, સ્ટાફ રજીસ્ટર,સોલવન્સી સર્ટીફીકેટ,ફી નું ચલણ, ઓફીસ તેમજ વર્કશોપ હોવા અંગેના પુરાવા તેમજ ટેલીફોન બીલ.
 • બીડાણો દસ્તાવેજોના નમુના : આ અંગેના નમૂના નિયમની પુસ્તિકામાં સામેલ છે. અન્ય દસ્તાવેજો ગ્રાહકે લેટર પેડ પર પુરા પાડવાના હોય છે.
 • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટરની સંબંધિત કચેરી ને અરજી કરવાની હોય છે.
 • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ (વર્ગ-૧) ઘ્વારા અરજી ચકાસી સ્થળ તપાસ કરી યોગ્ય જણાયે ઓથોરાઇઝેશન આપવામાં આવે છે.
 • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
 • પ્રમાણપત્ર નો કાયદેસરનો સમયગાળો : ત્રણ વર્ષ (૪)
 • અરજી કરવા માટેની પાત્રતા : ઇલેકટ્રીકલ કોન્ટ્રાકર લાયસન્સ હોવું જોઇએ,ઇલેકટ્રીકલ એન્જીનીયર, મીકેનીકલ એન્જીનીયર જો ડોગ્રી હોય તો બે વર્ષનો તેમજ ડીપ્લોમા હોય તો ચાર વર્ષનો અનુભવ, આઇટીઆઇ ટ્રેડ ઇલેકટ્રીશ્યન/ ઇલેકટ્રોનિકસનો પાંચ વર્ષનો એલીવેટર નો અનુભવ ધરાવનાર તેમજ અન્ય ટેકનીકલ સ્ટાફ ધરાવતી વ્યકિત, જરૂરી ઇન્સટ્રુમેન્ટ ધરાવનાર પોતાની માલીકીની અથવા ભાડાની સ્વતંત્ર ઓફીસ તેમજ ફોનની સુવિધા ધરાવનાર તેમજ જે નામે ઓથોરાઇઝેશન લેવાનું તે નામની રૂ. ૧ લાખની સોલવન્સી ધરાવનાર વ્યકિત. (તાઃ ૩૧-૧૨-૦૬ સુધી ઇલેકટ્રીકલ એન્જીનીયર તેમજ મીકેનીકલ એન્જીનીયરને અનુભવમાં પ૦ ટકાની છુટછાટ આપવામાં આવી છે. તેમજ એલીવેટર લાઇનનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી વ્યકિત સ્વયં અરજદાર હોય તો તેને ઉપર મુજબ એન્જીનીયર રાખવામાંથી તાઃ ૩૧-૧૨-૦૬ સુધી છુટછાટ આપેલ છે.)
 • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સની કચેરીમાં અરજી સ્વીકારવામાં આવે છે.
 • અરજી ફી : લીફટ માટે રૂ. ૨૦૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૪૦૦૦/-, રીન્યુઅલ માટે લીફટ માટે રૂ. ૧૦૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૨૦૦૦/-, ડુપ્લીકેટ માટે લીફટ માટે રૂ. ૫૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૧૦૦૦/-, નામમાં ફેરફાર માટે રૂ. ૫૦૦/-.
 • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) : અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) એનેક્ષર-૧૪ માં ફોર્મ નં. ૧ માં અરજી કરવાની હોય છે.
 • બીડાણો (દસ્તાવેજોની યાદી) : ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર લાયસન્સો ની નકલ, ઇલેકટ્રીકલ એન્જીનીયર તથા મીકેનીકલ એન્જીનીયર , આઇટીઆઇ ટ્રેડ ઇલેકટ્રીશ્યન /ટ્રેડ ઇલેકટ્રોનીકસ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્ર, જરુરી ઇંસ્ટુમેંટની વિગતો, સ્ટાફ રજીસ્ટર, સોલવન્સી સર્ટીફીકેટ, ફી નું ચલણ, ઓફીસ હોવા અંગેના પુરાવા તેમજ ટેલીફોન બીલ.
 • બીડાણો દસ્તાવેજોના નમુના : આ અંગેના નમૂના નિયમની પુસ્તિકામાં સામેલ છે. અન્ય દસ્તાવેજો ગ્રાહકે લેટર પેડ પર પુરા પાડવાના હોય છે.
 • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટરની સંબંધિત કચેરીને અરજી કરવાની હોય છે.
 • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ (વર્ગ-૧) ઘ્વારા અરજી ચકાસી સ્થળ તપાસ કરી યોગ્ય જણાતા ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ ઘ્વારા ઓથોરાઇઝેશન આપવામાં આવે છે.
 • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
 • પ્રમાણપત્ર નો કાયદેસરનો સમયગાળો : ત્રણ વર્ષ. (પ)
 • અરજી કરવા માટેની પાત્રતા : ઇલેકટ્રીકલ એન્જીનીયર, (ડીગ્રી માટે પાંચ વર્ષ ડીપ્લોમા માટે દસ વર્ષનો અનુભવ ધરાવતી) અથવા આવી વ્યકિતને નોકરીએ રાખનાર વ્યકિત પોતાની માલીકીની ફોન સહિતની સુવિધાવાળી ઓફીસ ધરાવનાર, જરૂરી ટેસ્ટીંગ ઇન્સ્ટ્રેમેન્ટ ધરાવનાર, સહાયતા માટે જરૂરી ટેકનીકલ સ્ટાફ ધરાવનાર વ્યકિત, જે નામે ઓથોરાઇઝેશન લેવાનું હોવાનુ હોય તે નામની રૂ. ૧ લાખની સોલવન્સી ધરાવનાર. (તા: ૩૧-૧૨-૦૬ સુધી ઇલેકટ્રીકલ એન્જીનીયર ડીગ્રી માટે બે વર્ષનો અનુભવ તથા ડીપ્લોમા માટે ચાર વર્ષનો અનુભવ માન્ય રહેશે.)
 • અરજી કરવા માટેની સંપર્ક માહિતી : ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર્સની સંબંધિત કચેરીમાં અરજી સ્વીકારવામાં આવે છે.
 • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) : લીફટ માટે રૂ. ૧૦૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૨૦૦૦/-, રીન્યુઅલ માટે લીફટ માટે રૂ. ૫૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૧૦૦૦/-, ડુપ્લીકેટ લીફટ માટે રૂ. ૫૦૦/- અને એસ્કેલેટર માટે રૂ. ૧૦૦૦/-, નામમાં ફેરફાર માટે રૂ. ૫૦૦/-
 • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) : અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) એનેક્ષર-૧૫ માં ફોર્મ નં. ૧ માં અરજી કરવાની હોય છે.
 • બીડાણો (દસ્તાવેજોની યાદી) : ઇલેકટ્રીકલ એન્જીનીયરનું પ્રમાણપત્ર, ટેસ્ટીંગ ઇન્સ્ટ્રુમેન્ટની યાદી, સ્ટાફ રજીસ્ટર, ઓફીસ હોવા અંગેના પુરાવા, ફોનનું બીલ, ફી નું ઓરીજીનલ ચલણ, સોલવન્સી સર્ટીફીકેટ.
 • બીડાણો દસ્તાવેજોના નમુના : આ અંગેના નમૂના નિયમની પુસ્તિકામાં સામેલ છે. અન્ય દસ્તાવેજો ગ્રાહકે લેટર પેડ પર પુરા પાડવાના હોય છે.
 • અરજી કરવાની પધ્ધતિ : ઉપર મુજબના દસ્તાવેજો સાથે ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટરની સંબંધિત કચેરીને અરજી કરવાની હોય છે.
 • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા : આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ (વર્ગ-૧) ઘ્વારા અરજી ચકાસી સ્થળ તપાસ કરી યોગ્ય જણાયે ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટસ એન્ડ એસ્કેલેટર્સ દ્વારા ઓથોરાઇઝેશન આપવામાં આવે છે.
 • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય : પંદર દિવસ.
 • પ્રમાણપત્ર નો કાયદેસરનો સમયગાળો : ત્રણ વર્ષ.
ઑથોરાઈઝ્ડ કંપનીઓની યાદી

સંબંધિત કડીઓ